કોકરોચ પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન
કોકરોચ પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન
Published on: 10th October, 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR રોકવાની માંગ સાથે આયોજિત પ્રદર્શનને દિલ્હી પોલીસે મંજૂરી આપી નથી. નિયમો મુજબ 10 દિવસ અગાઉ અરજી કરવાની હોવા છતાં CJPએ માત્ર 7 ઑક્ટોબરે જાણ કરી હતી. આ પ્રદર્શનને પગલે જંતર-મંતર, કનોટ પ્લેસ સહિતના વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ છે, જેમાં BSF સહિત 35 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીનથી આવતી-જતી 75 ટ્રેનો રદ કરાઈ છે અને 45 મેટ્રો સ્ટેશનો સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે.