આસામમાં કોકરોચ જનતા પાર્ટીના 41ની અટકાયત
આસામમાં કોકરોચ જનતા પાર્ટીના 41ની અટકાયત
Published on: 28th September, 2026

ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાન્કા અને તેમના ૪૦ સમર્થકોની આસામ પોલીસે અટકાયત કરી છે. કોઈ કારણ વગર અટકાયત થતાં પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે આસામ સરકાર પર નિશાન સાધ્યું છે. રાન્કા અને તેમના સાથીઓ ગુવાહાટીમાં એક બેઠક માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રોક્યા. દિપકે જણાવ્યું કે જો તેમને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ વધુ સમર્થકો સાથે આસામ આવશે. રાન્કાએ જણાવ્યું કે આસામની શાળાઓની સ્થિતિ ઉજાગર કરવાના પ્રયાસોથી મુખ્યમંત્રી હેમંત બિસવા સરમા ડરી ગયા હોવાથી આ અટકાયત કરાઈ છે.