વારાણસીથી વડનગર બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં ઉમંગભેર આગમન
વારાણસીથી વડનગર બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં ઉમંગભેર આગમન
Published on: 04th October, 2026

વારાણસી થી વડનગર સુધી યોજાયેલી બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં આગમન થયું, જ્યાં ઠુઠી કંકાસીયા ગામે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા દ્વારા સ્વાગત કરાયું. રેલી છાંછિયા અને મહુડી ગામે પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ઝાલોદ શહેરમાં પ્રવેશતા સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, અને હનુમાનજીની પૂજા-આરતી થઈ. ભગવાન બિરસા મુંડા, બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઝાલા વસૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. ઝાલોદ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ. અનેક અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.