ક્રૂડમા આંચકા પચાવી ભાવ 100 ડોલર પાર: સોના-ચાંદીમાં નવેસરથી ઘટાડો
ક્રૂડમા આંચકા પચાવી ભાવ 100 ડોલર પાર: સોના-ચાંદીમાં નવેસરથી ઘટાડો
Published on: 27th May, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૬૬થી ૪૫૬૭ વાળા ઘટી નીચામાં ભાવ ૪૫૦૦ થઈ ૪૫૨૦થી ૪૫૨૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.