કર્ણાટકમાં મંત્રી મંડળ વિસ્તરણ બાદ કોંગ્રેસમાં અસંતોષ, બે ધારાસભ્યોના રાજીનામાં
કર્ણાટકમાં મંત્રી મંડળ વિસ્તરણ બાદ કોંગ્રેસમાં અસંતોષ, બે ધારાસભ્યોના રાજીનામાં
Published on: 04th August, 2026

કર્ણાટક કોંગ્રેસમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. મંત્રીપદની આશા રાખીને બેઠેલા બે ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. મનકલ વૈદ્ય અને ગાયત્રી શાંતેગૌડા જેવા નેતાઓના નામ છેલ્લી ઘડીએ યાદીમાંથી કાઢી નાખવામાં આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. યશવંતરાયગૌડા પાટીલે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે નારાજ ધારાસભ્યોને ધીરજ રાખવાની અપીલ કરી છે.