'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Published on: 04th August, 2026

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ CJP ના સ્થાપક અભિજીત દીપકે વિરુદ્ધ દિલ્હી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. અંસારીનો આરોપ છે કે દીપકેના સમર્થકોએ તેમને પુણે અને ઔરંગાબાદમાં નિશાન બનાવ્યા છે. તેમણે દિલ્હી પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરી દીપકેની ધરપકડ કરવાની માંગ કરી છે. ફૈઝાન અંસારી પાસે દીપકેના માણસો દ્વારા હુમલાના પુરાવા હોવાનો દાવો છે, જેના પર તેમણે દિલ્હી DCP ને લેખિત ફરિયાદ સોંપી છે. આ ઘટનાઓ અંગે અગાઉ બે કેસ નોંધાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું.