ક્વાંટ-છોટાઉદેપુર-ઝોઝ-કેવડી રોડ પર ઝાડી-ઝાંખરા દૂર કરાયા
ક્વાંટ-છોટાઉદેપુર-ઝોઝ-કેવડી રોડ પર ઝાડી-ઝાંખરા દૂર કરાયા
Published on: 26th September, 2026

આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન મધ્યપ્રદેશથી પાવાગઢ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સલામતી અને સુગમ અવરજવર માટે છોટાઉદેપુરના માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય ધોરી માર્ગ નં. 62 પર નડતરરૂપ ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા છે અને સાઇડ શોલ્ડરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આનાથી રસ્તા પરની દ્રશ્યતામાં સુધારો થયો છે, વળાંકો પરનું જોખમ ઘટ્યું છે અને પદયાત્રીઓને ચાલવા માટે સુરક્ષિત જગ્યા મળી રહી છે. સેવા સંકલ્પ હેઠળ કરાયેલા આ સુધારા શ્રદ્ધાળુઓને નિર્ભય અને આરામદાયક યાત્રા પૂરી પાડશે.