આજે ભારત બંધ: દેશભરમાં ભારત બંધનું એલાન કેમ? શું છે ટ્રેડ યુનિયનની માગ?
Published on: 09th July, 2025
દેશવ્યાપી હડતાળનું એલાન સરકારની 'શ્રમ વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી' નીતિઓ સામે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવ્યું છે. આ હડતાળથી બેંકિંગ, પોસ્ટલ સેવાઓ, કોલસા, ખાણકામ, જાહેર પરિવહન અને સરકારી કામકાજ પર અસર પડી શકે છે. યુનિયનોની 17 માગણીઓ છે જેને સરકારે અવગણી છે. આ હડતાળમાં INTUC, AITUC, CITU જેવા સંગઠનો જોડાયા છે. યુનિયનોનો આરોપ છે કે સરકારની નીતિઓ કામદારો અને ખેડૂતોને નબળા પાડી રહી છે અને કોર્પોરેટ્સને ફાયદો પહોંચાડી રહી છે. તેઓની માગણીઓમાં લઘુત્તમ વેતન ₹26,000 કરવું અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવી જેવી માંગણીઓ પણ શામેલ છે. આ પહેલાં પણ ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું.

Published at: July 09, 2025
Read More at સંદેશ