અમૃતસર એરપોર્ટ પર ડ્રોન દેખાતા એરસ્પેસ બંધ
અમૃતસર એરપોર્ટ પર ડ્રોન દેખાતા એરસ્પેસ બંધ
Published on: 13th October, 2026

પંજાબના અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક શંકાસ્પદ ડ્રોન દેખાતા રવિવારે રાત્રે એરપોર્ટની એરસ્પેસ બંધ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ત્રણ ફ્લાઇટોને દિલ્હી અને ચંડીગઢ ડાયવર્ટ કરાઈ હતી, જેના કારણે અનેક મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. પોલીસે ડ્રોનની તપાસ શરૂ કરી છે અને શંકા છે કે તે કબડ્ડી ટુર્નામેન્ટની વીડિયોગ્રાફી કરી રહ્યા હતા.