Adani Enterprises એ રૂપિયા 1,000 કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઈશ્યુની કરી જાહેરાત
Adani Enterprises એ રૂપિયા 1,000 કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઈશ્યુની કરી જાહેરાત
Published on: 06th July, 2025

અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL), અદાણી ગ્રુપની કંપની છે, જેણે સુરક્ષિત નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)નો બીજો જાહેર ઇશ્યૂ જાહેર કર્યો છે. આ પહેલાં AELનો ₹800 કરોડનો ઇશ્યૂ સફળ રહ્યો હતો. કંપની infrastructure businessesને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે. આ NCD વ્યક્તિગત રોકાણકારોને ભારતની વિકાસ ગાથામાં ભાગ લેવાની તક આપે છે. AELનો NCD ઇશ્યૂ રોકાણકારો માટે સારો વિકલ્પ છે, જે ફિક્સ્ડ આવક શોધી રહ્યા છે. આ ઇશ્યૂ 9 જુલાઈ 2025ના રોજ ખુલશે. આ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવાની ચુકવણી અને કોર્પોરેટ હેતુઓ માટે થશે. આ NCD 24, 36 અને 60 મહિનાની મુદતમાં ઉપલબ્ધ છે.