ગાયોને બચાવવા જતા 8 શ્રમિકોનું મૃત્યુ
ગાયોને બચાવવા જતા 8 શ્રમિકોનું મૃત્યુ
Published on: 18th August, 2026

મધ્ય પ્રદેશના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર ગાયોને બચાવવાના પ્રયાસમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. છીમકા ગામ નજીક શ્રમિકોથી ભરેલી પિકઅપ અને ઝડપી ડમ્પર વચ્ચે થયેલી આ ટક્કરમાં 8 શ્રમિકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે 32 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સોમવાર-મંગળવારની મધ્યરાત્રિએ બની હતી. મૃતકો અને ઘાયલો ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના વતની છે, જે ડાંગરની રોપણીનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને ગોહદ હોસ્પિટલ અને ગ્વાલિયર ખસેડવામાં આવ્યા છે.