મુંબઈના બાંદરા, બીકેસી, સાંતાક્રુઝ સહિતના વિસ્તારોમાં ૧૧-૧૨ ઓગસ્ટના રોજ ૨૪ કલાક પાણીકાપ
મુંબઈના બાંદરા, બીકેસી, સાંતાક્રુઝ સહિતના વિસ્તારોમાં ૧૧-૧૨ ઓગસ્ટના રોજ ૨૪ કલાક પાણીકાપ
Published on: 08th August, 2026

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા વૈતરણા પાઈપલાઈન પર આવશ્યક મેઈન્ટેનન્સ કામગીરીને લીધે ૧૧ ઓગસ્ટ સવારે ૧૦ વાગ્યાથી ૧૨ ઓગસ્ટ સવારે ૧૦ વાગ્યા સુધી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. H-East ward હેઠળ આવતાં બાંદરા (પૂર્વ), ખાર (પૂર્વ), સાંતાક્રુઝ (પૂર્વ) અને Bandra Kurla Complex (BKC) માં ૨૪ કલાક સંપૂર્ણ પાણીકાપ રહેશે. K-South ward ના કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણથી પાણી મળશે. નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને કરકસર કરવા અપીલ કરાઈ છે.