જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર,  4.49  લાખ પેસેન્જર વાહનોનું વેચાણ
જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ
Published on: 15th February, 2026

અમદાવાદ પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલર્સના ડીલર શિપમેન્ટમાં બે આંકડાનો વધારો નોંધાયો છે, જે જાન્યુઆરીમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. આ સૂચવે છે કે જીએસટી સુધારા પછી મળેલી ગતિ પાટા પર સડસડાટ દોડી રહી છે. જાન્યુઆરીમાં પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ ૧૨.૬ ટકા વધીને ૪૪૯,૬૧૬ યુનિટ થયું છે, જ્યારે ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે ૨૬.૨ ટકા વધીને ૧૯૨૫,૬૦૩ યુનિટ થયું છે.