પુણે પોલીસ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા નોકરી કૌભાંડનો પર્દાફાશ
પુણે પોલીસ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા નોકરી કૌભાંડનો પર્દાફાશ
Published on: 09th September, 2026

પુણે પોલીસે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સરકારી નોકરીઓ મેળવવા માટે 1000થી વધુ બોગસ કુરાશ સર્ટિફિકેટ જારી કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મહારાષ્ટ્ર કુરાશ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ક્યારેય યોજાઈ નહોતી તેવી સ્પર્ધાઓના નામે ફેક સર્ટિફિકેટ તૈયાર કર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં આવા 60 બોગસ સર્ટિફિકેટનો ઉપયોગ કરીને નોકરી મેળવનારા ઉમેદવારોને ઓળખી કાઢ્યા છે. આ કૌભાંડ 2016માં શરૂ થયું હતું અને તપાસ ચાલુ છે.