ભચાઉમાં ટીબી ફ્રી પંચાયતોના સરપંચોનું સન્માન.
ભચાઉમાં ટીબી ફ્રી પંચાયતોના સરપંચોનું સન્માન.
Published on: 03rd April, 2026

વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભચાઉ CHC ખાતે જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયો. ટીબી ફ્રી પંચાયત તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર 7 પંચાયતોના સરપંચોનું સન્માન કરાયું. ટીબી શોધમાં પ્રથમ ત્રણ ક્રમે રહેલા મેડિકલ ઓફિસરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જિલ્લા ટીબી અધિકારી દ્વારા રાજ્ય સ્તરીય કાર્યક્રમને ઓનલાઇન સાંભળવામાં આવ્યો. ટીબીના દર્દીઓને રાશન કીટનું વિતરણ કરાયું અને જનભાગીદારી અંગે જાણકારી આપવામાં આવી.