માંડવીમાં ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળતા રોગચાળાની દહેશત
માંડવીમાં ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળતા રોગચાળાની દહેશત
Published on: 21st August, 2026

માંડવી નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળતા સ્થાનિકોમાં ભારે રોષ છે. વર્ષો જૂની ગટર લાઇનમાં લીકેજને કારણે આ સમસ્યા સર્જાઈ છે. ચોમાસાની ઋતુમાં આ પાણી પીવાથી કમળો, ટાઈફોઈડ અને કોલેરા જેવા જળજન્ય રોગો ફેલાવવાનો ભય છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નગરપાલિકા તાત્કાલિક લીકેજ દૂર કરી શુદ્ધ પાણીનું વિતરણ શરૂ કરે તેવી માંગ છે.