Mahisagar: જિ. પં. ખાતે મફત આયુર્વેદ-હોમિયોપેથી સારવાર કૅમ્પ યોજાયો
Mahisagar: જિ. પં. ખાતે મફત આયુર્વેદ-હોમિયોપેથી સારવાર કૅમ્પ યોજાયો
Published on: 15th June, 2025

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લા પંચાયત ખાતે આયુર્વેદ શાખા દ્વારા નિઃશુલ્ક નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્દઘાટન જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં આયુર્વેદ અને હોમિયોપેથીના નિષ્ણાત મેડિકલ ઓફ્સિરો દ્વારા વિવિધ રોગો માટે સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, ઔષધીય વનસ્પતિઓના ચાર્ટનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત લોકોને આયુર્વેદિક ઔષધીઓ વિશે જાણકારી આપી હતી. યોગનું મહત્વ સમજાવવા અને વિવિધ રોગોની સારવારમાં યોગ કઈ રીતે મદદરૂપ થઈ શકે તે દર્શાવવા માટે યોગ શિક્ષકો દ્વારા જુદા જુદા યોગાસનોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 457 લોકોએ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લીધો હતો, જેમાં 172 લાભાર્થીઓએ આયુર્વેદિક સારવાર, 85 લાભાર્થીઓએ હોમિયોપેથી સારવાર અને 200 લાભાર્થીઓએ યોગ નિદર્શનનો લાભ લીધો હતો. આ કેમ્પમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન, જિલ્લા આયુર્વેદ ઓફ્સિર,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સહિત જિલ્લા પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.