નવા ડીડીઓની સૂચના: જૂનાગઢના 38 PHC સેન્ટરો હવે સાંજે 6:30 સુધી ખુલ્લા રહેશે.
જૂનાગઢ જિલ્લાના 38 પીએચસી (PHC) સેન્ટરોમાં દર્દીઓને મોડે સુધી ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવા ડીડીઓ જયંતસિંહ રાઠૌરે ગામડાઓની મુલાકાત દરમિયાન એક પીએચસી સેન્ટર પર તાળુ જોયું, ત્યારે તેઓ આક્રમક બન્યા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગને તાત્કાલિક સૂચના આપવામાં આવી કે જ્યાં સુધી સરકારી કચેરીઓ ચાલુ હોય, ત્યાં સુધી દરેક પીએચસી સેન્ટર ખુલ્લા રહેવા જોઈએ. આ સૂચનાઓના પગલે, આરોગ્ય વિભાગે જિલ્લાના તમામ 38 પીએચસી સેન્ટરોને સાંજે 6:30 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો છે.
નવા ડીડીઓની સૂચના: જૂનાગઢના 38 PHC સેન્ટરો હવે સાંજે 6:30 સુધી ખુલ્લા રહેશે.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં GCAS એડમિશન વિવાદ
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્ય સરકાર વચ્ચે GCAS એડમિશન મુદ્દે ચાલી રહેલા કાનૂની વિવાદથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. માઇનોરિટી સંસ્થા હોવાના અધિકાર હેઠળ કોલેજે અલગ પ્રવેશ પ્રક્રિયા અપનાવતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેસ પેન્ડિંગ હોવાથી મેરિટ લિસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને એડમિશન પ્રક્રિયા અટકી ગઈ છે. વિદ્યાર્થીઓ વર્ષ બગડવાની ભીતિમાં છે. હવે કોર્ટના ઝડપી નિર્ણય અને વચગાળાની સ્પષ્ટ વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં GCAS એડમિશન વિવાદ
યુરોપમાં ભીષણ હિટવેવ: 55 લોકો ડૂબ્યા, શાળાઓ બંધ
યુરોપમાં અત્યારે સદીની સૌથી ભયાનક હિટવેવ ચાલી રહી છે. ફ્રાન્સમાં ગરમીથી 4 બાળકોના મોત થયા છે, જ્યારે નદી-તળાવોમાં નહાવા પડેલા 55 થી વધુ લોકો ડૂબી ગયા છે. યુરોપના 850 મોટા શહેરોમાંથી અડધાથી વધુ શહેરો 'હીટ સ્ટ્રેસ' નો સામનો કરી રહ્યા છે. બ્રિટન અને પેરિસમાં તાપમાન રેકોર્ડતોડ રહ્યું છે. ગરમીથી પાવર ગ્રીડ ખોરવાઈ શકે છે અને જર્મનીમાં હાઈવેના રોડ ફાટી ગયા છે. આ ભીષણ હિટવેવ ગ્લોબલ વોર્મિંગ સામે ગંભીર ચેતવણી આપી રહી છે.
યુરોપમાં ભીષણ હિટવેવ: 55 લોકો ડૂબ્યા, શાળાઓ બંધ
અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી
અમદાવાદ શહેરના લોકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી સંસ્થાઓ સામે સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ હેઠળ, 154 હોટલો અને 62 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને ફાયર સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે. ગંભીર બેદરકારી દાખવનાર 13 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થા સહિત કુલ 14 એકમોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી શહેરમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી
વરસાદ-કાદવમાં ઝોળી કરીને દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ભારે વરસાદ અને કાદવ-કીચડ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ અદ્ભુત ફરજનિષ્ઠા દાખવી છે. એક દર્દીની ગંભીર સ્થિતિમાં, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી નહીં. આથી, 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ દર્દીને ઝોળીમાં ઉપાડીને કાદવવાળા રસ્તા પર ચાલીને મુખ્ય માર્ગ સુધી પહોંચાડ્યા. સમયસર હોસ્પિટલ પહોંચાડવાથી દર્દીનો જીવ બચી ગયો, અને તેમની આ માનવતાવાદી કામગીરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
વરસાદ-કાદવમાં ઝોળી કરીને દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
સુરતના ભીમપોરના સની પટેલનું કતારના ગેસ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મોત થતાં તેમનો પાર્થિવ દેહ ભારતીય દૂતાવાસના સહયોગથી વતન લાવવામાં આવ્યો હતો. માત્ર સાત મહિના પહેલાં પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેઓ કતાર નોકરીએ ગયા હતા. વિસ્ફોટ બાદ શરૂઆતમાં ગુમ થયેલા સનીનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળ્યો હતો. ભીમપોર ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા, જ્યારે પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો.
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
રાજકોટ-જેતપુર હાઈવે પર અધૂરું કામ, તોય ટોલ ટેક્સ કેમ?
રાજકોટ-જેતપુર હાઈવે પર કામ અધૂરું અને રસ્તા બિસ્માર હોવા છતાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. પાટણના કોંગ્રેસ MLA ડૉ. કિરીટ સી. પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ પ્રજા સાથેની ખુલ્લી લૂંટ ગણાવી તાત્કાલિક તપાસની માંગ કરી છે. હાઈવે પર પુલોના કામ અધૂરા અને જોખમી ડાયવર્ઝનથી લોકો પરેશાન છે. સુવિધા વિના ટોલ વસૂલાતની પરવાનગી કોણે આપી તેવો સવાલ ઉઠાવી, જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવા અને કસૂરવારો સામે પગલાં લેવાની માંગ કરી છે.
રાજકોટ-જેતપુર હાઈવે પર અધૂરું કામ, તોય ટોલ ટેક્સ કેમ?
દારૂના ગુનામાં સંડોવાયેલા બે ભાઈઓની આગોતરા જામીન અરજી નામંજૂર
વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી રાહુલ અને રોહન ખાચરની આગોતરા જામીન અરજી ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું કે બંનેના નામ એફઆઈઆરમાં સ્પષ્ટ છે અને દારૂની હેરાફેરીમાં તેમની સંડોવણીની પ્રાથમિક માહિતી સામે આવી છે. તપાસ ચાલુ હોવાથી કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું માનવામાં આવ્યું. અગાઉ સમા પોલીસે દરોડામાં રૂ.1.63 લાખની કિંમતની 582 દારૂની બોટલો જપ્ત કરી હતી, જેમાં ઝડપાયેલા આરોપીએ બંનેના નામ કબૂલ્યા હતા.
દારૂના ગુનામાં સંડોવાયેલા બે ભાઈઓની આગોતરા જામીન અરજી નામંજૂર
અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા 5 વર્ષની બાળકી પર અડપલાં
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય સફાઈ કામદારે એક પાંચ વર્ષીય વિદ્યાર્થિની પર શારીરિક અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ બાળકીને ધમકી પણ આપી હતી કે તે આ વિશે કોઈને કહે નહીં. બાળકીના વાલીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સફાઈ કામદારની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે. બોપલ પોલીસ મથકે POCSO એક્ટ અને BNS હેઠળ FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા 5 વર્ષની બાળકી પર અડપલાં
રાજકોટમાં સગીરને કાર ચલાવવા આપી, 4 વર્ષની બાળકીનું કરૂણ મૃત્યુ
રાજકોટના કુવાડવા રોડ પર એક સગીર દ્વારા કાર ચલાવવામાં આવતા 4 વર્ષની બાળકી જીયાંશીનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ગંભીર અકસ્માતમાં અન્ય એક બાળકી વૈશાલીને પણ ઈજા પહોંચી હતી. ચામુંડા સોસાયટીના મેદાનમાં રમતી વખતે આ ઘટના બની હતી. કારની ચાવી બેદરકારીપૂર્વક સગીરને આપનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બી.ડિવિઝન પોલીસે આ મામલે સગીર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં સગીરને કાર ચલાવવા આપી, 4 વર્ષની બાળકીનું કરૂણ મૃત્યુ
વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ
વડોદરાના વાઘોડિયા ચોકડી નજીક મોડી રાત્રે કારમાં પસાર થઈ રહેલા ગારમેન્ટ વેપારી આશિષ મદનલાલ બાકોલિયા પર બાઈક સવાર બે અજાણ્યા શખસોએ ઓવરટેક કરીને ફાયરિંગ કર્યું. ગોળી તેમના ખભામાં વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને CCTV ફૂટેજ તેમજ ટેક્નિકલ પુરાવાના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. અંગત અદાવત કે અન્ય કારણોની તપાસ માટે પોલીસ ટીમો કામે લાગી છે.
વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયાં
બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ પર એક અરજીમાં ગુનો દાખલ ન કરવા માટે 10 લાખની માંગણી કરવાનો આરોપ છે. રકઝકના અંતે 5 લાખની રકમ નક્કી થઇ હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે નડિયાદ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. ACBએ શીલજ બીટની સાયબર ક્રાઇમ ઓફિસમાં છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઇને 5 લાખ રોકડા લેતા ઝડપી પાડ્યા. મહિલા PSI પી જે ચૌધરી ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. અન્ય એક કિસ્સામાં, એરપોર્ટ પોલીસ સ્ટેશનના ASI શશિકાંત જાદવ પણ લાંચ લેતા ઝડપાયા.
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયાં
ચોમાસા માટે સ્કૂલો માટે સરકારની નવી ગાઈડલાઈન
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને સ્કૂલો ખુલતા જ સરકારે રાજ્યની તમામ સ્કૂલો માટે Safety Guidelines જાહેર કરી છે. આ ગાઈડલાઈન મુજબ, ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં આચાર્ય અને શિક્ષકોએ હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. વરસાદ પહેલા સ્કૂલમાં ઇલેક્ટ્રિક વાયરીંગ, દિવાલ, છતનું સમારકામ, વોટર સ્પાઉટ સફાઈ, પાણી ભરાતી જગ્યાઓની સફાઈ, MCB-LCB કાર્યરત કરવા જેવા તમામ કામ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ અને સ્થાનિક આપત્તિ સેવાઓના નંબર નોટિસ બોર્ડ પર લખવા પણ તાકીદ કરાઈ છે.
ચોમાસા માટે સ્કૂલો માટે સરકારની નવી ગાઈડલાઈન
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જૂને તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને મહત્વપૂર્ણ બેઠકો યોજશે. 27 જૂને સવારે 11 વાગ્યે મહાત્મા મંદિરમાં ભારતની પ્રથમ ડ્રાઇવર-માલિકીની સહકારી ટેક્સી સેવા "ભારત ટેક્ષી"નો શુભારંભ કરશે. ત્યારબાદ DISHA બેઠક અને અમદાવાદમાં 'હરિયાળી લોકસભા' અભિયાનની સમીક્ષા કરશે. સાંજે રાણીપમાં લોકદરબાર યોજાશે. 28 જૂને બુથ પ્રમુખો સાથે ચિંતન શિબિર યોજાશે અને અંતે 'PM Family Care Tracker'નું લોકાર્પણ કરશે.
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
લાખો ખર્ચે વોકળા સફાઈનો ભ્રષ્ટાચાર: ચોમાસા પૂર્વે RMCના મોટા દાવા પોકળ
રાજકોટ મનપા દ્વારા ચોમાસા પૂર્વે 44 વોકળાની સફાઈ માટે લાખો રૂપિયા ખર્ચાયા છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. દિવ્યભાસ્કર દ્વારા કરાયેલા સર્વેમાં મોટાભાગના વોકળામાં ગંદકીના ઢગલા જોવા મળ્યા, કેટલાક અડધા બંધ હતા અને અમુકમાં તો સમારકામ પણ અધૂરું હતું. મેયરના આદેશો છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી. કોંગ્રેસે પણ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. આ નિષ્ફળતા આગામી ભારે વરસાદમાં RMCની પોલ ખોલશે.
લાખો ખર્ચે વોકળા સફાઈનો ભ્રષ્ટાચાર: ચોમાસા પૂર્વે RMCના મોટા દાવા પોકળ
લતીફ ગેંગનો શાર્પ શૂટર જેલમાંથી ફરાર
લતીફ ગેંગનો શાર્પ શૂટર મહમ્મદ તસ્લીમ, જે રાધિકા જીમખાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, પેરોલ પર છૂટીને પરિવાર સાથે રહેવા ભાગી ગયો હતો. 24 વર્ષ જેલમાં રહ્યા બાદ, 2020માં મળેલી પેરોલનો દુરુપયોગ કરીને તે ઉદયપુર પહોંચી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 6 વર્ષ બાદ તેને ઉદયપુરમાંથી ઝડપી પાડ્યો, જ્યાં તે અલગ નામથી પરિવાર સાથે રહેતો હતો. પોલીસે તેને પકડીને ફરી જેલ ભેગો કર્યો છે.
લતીફ ગેંગનો શાર્પ શૂટર જેલમાંથી ફરાર
ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખુલ્લા ખાડા, લોકોમાં ભારે રોષ અને સુરક્ષાની ચિંતા
ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ટાવરથી ઝારોલાવગા દ્વારકાધીશ મંદિર સુધી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ખોદેલા મોટા ખાડાઓને સુરક્ષા વિના ખુલ્લા છોડી દેવાયા છે. નિયમો મુજબ જરૂરી બેરિકેડ કે ચેતવણી બોર્ડ નથી. મુખ્ય માર્ગ પર રાત્રે અંધારામાં વાહનચાલકો ખાડામાં પડી શકે છે. સ્થાનિકોએ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખુલ્લા ખાડા, લોકોમાં ભારે રોષ અને સુરક્ષાની ચિંતા
વડોદરાના વાઘોડિયાના કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના ગટર જોડાણ ફરીથી જોડાયા
વાઘોડિયા નગરપાલિકા દ્વારા કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, જેના કારણે મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી વહેવા લાગ્યા હતા. આ બાબતે કોર્ટ મેટર ચાલતી હતી. કોમ્પ્લેક્સના માલિકે સિવિલ જજની કોર્ટમાં અરજી કરતાં તાત્કાલિક સુનાવણી યોજાઈ અને વાઘોડિયા નગર પાલિકા દ્વારા ગટર કનેક્શન ફરીથી જોડી આપવામાં આવ્યું. જાહેર રોડ પર ગંદકી અને દુર્ગંધથી સ્થાનિક લોકો પરેશાન હતા.
વડોદરાના વાઘોડિયાના કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના ગટર જોડાણ ફરીથી જોડાયા
છોટાઉદેપુરના નસવાડી શાળામાં 'BackToSchool' હેઠળ વિદ્યાર્થીઓનો ભવ્ય પુનઃપ્રવેશ અને સન્માન
નસવાડી સ્થિત એસ.બી. સોલંકી વિદ્યામંદિર ખાતે 'BackToSchool' અભિયાન હેઠળ ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે એક પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા તેમજ અભ્યાસ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓનું સન્માન કરાયું અને ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને શાળાકિટ, પાઠયપુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું. ઉપરાંત, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા.
છોટાઉદેપુરના નસવાડી શાળામાં 'BackToSchool' હેઠળ વિદ્યાર્થીઓનો ભવ્ય પુનઃપ્રવેશ અને સન્માન
છોટાઉદેપુરના નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રીજનલ કમિશનર ઓફ્ મ્યુન્સિપાલિટી ગાંધીનગરના બી એમ પટેલ IAS અને છોટાઉદેપુર ચીફ્ ઓફ્સિર ભાવિક બરજોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું. શાળાના આચાર્યા ઉષાબેન સોલંકીના નેતૃત્વ હેઠળ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
છોટાઉદેપુરના નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું.
હિંમતનગરના ખેડબ્રહ્મા તાલુકા શાળામાં પ્રવેશોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી.
ખેડબ્રહ્મા તાલુકા શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1ના નવા બાળકોના પ્રવેશ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ ચૌધરી, CRC આકાશભાઈ પટેલ, ન.પાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દાતાઓ દ્વારા શાળાના વિકાસ કાર્યો માટે ઉદાર દાન પણ આપવામાં આવ્યું, જે શૈક્ષણિક પ્રગતિને વેગ આપશે.
હિંમતનગરના ખેડબ્રહ્મા તાલુકા શાળામાં પ્રવેશોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી.
પંચમહાલની ડેરોલ ગામ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી
કાલોલ તાલુકાની ડેરોલગામ પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી દેવાંગભાઈ ડી પરમાર, લાયઝન અધિકારી કલ્પેશભાઈ માછી, ડેરોલ સરપંચ કપિલાબેન, આર એન્ડ બી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એ.કે પટેલ, ટ્રસ્ટીઓ, તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ, દાતા દામુભાઈ તલાટી, એસએમસી અધ્યક્ષ અને સભ્યો, તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 6ના બાળકોને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો.
પંચમહાલની ડેરોલ ગામ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાયત્રી મહામંત્રના જાપ, ધ્યાન અને પંચ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જ્યારે રાત્રિના સમયે દીપ યજ્ઞ સાથે સવા કરોડ ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી
પંચમહાલના મલેકપુર પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ
મલેકપુર પ્રાથમિક શાળા ખાતે ઉજવાયો પ્રગતિનો પ્રવેશોત્સવ. આ કાર્યક્રમમાં આંગણવાડીના 6 બાળકો, પ્રાથમિક શાળાના 16 બાળકોને બાલવાટિકામાં, 169 બાળકોને ધોરણ 9માં, 137 બાળકોને ધોરણ 11માં અને 16 બાળકોને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત પ્રવેશ અપાયો. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, શિષ્યવૃત્તિ મેળવનાર અને દાતાઓનું સન્માન કરાયું. આ કાર્યક્રમ દ્વારા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કરાયો.
પંચમહાલના મલેકપુર પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ
મહોરમ નિમિત્તે હિંમતનગરમાં જૂલૂસ નિકળ્યું, સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મુસ્લીમ સમાજના તહેવાર તરીકે ઓળખાતા મહોરમ નિમિત્તે શુક્રવારે હિંમતનગર સહિત ઈડર અને અન્ય સ્થળે જુલુસ અંતર્ગત તાજીયા કાઢવામાં આવ્યા હતા જે મુજબ હિંમતનગરના છાપરીયા, હાજીપુરા સહિત અન્ય મુસ્લીમ વિસ્તારોમાં નિકળેલુ જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. દરમિયાન જિલ્લા કલેકટર અને પોલીસવડાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.
મહોરમ નિમિત્તે હિંમતનગરમાં જૂલૂસ નિકળ્યું, સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
દાહોદની સરજૂમી વનવાસી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 11નો પ્રવેશોત્સવ સંપન્ન.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સરજૂમી ગામની વનવાસી માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર જનરલ એન.એન. ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું અને SSC, HSC તેમજ ધોરણ 9-11માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. તાલુકા કક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા.
દાહોદની સરજૂમી વનવાસી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 11નો પ્રવેશોત્સવ સંપન્ન.
વાઘપુર ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી શાહમીના હુસૈનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
હિંમતનગરના પ્રાંતિજ તાલુકાના વાઘપુરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગુરુવારે ઉજવાયો. ગુજરાત સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ, નર્મદા વોટર સપ્લાય એન્ડ કલ્પસર વિભાગના વડા શાહમીના હુસૈને કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો. શિક્ષણ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે અને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પગભર બને તે મહોત્સવનો મુખ્ય હેતુ છે, તેમ તેમણે જણાવ્યું. વાલીઓ અને શિક્ષકોએ બાળકોના ઘડતરમાં સક્રિય યોગદાન આપવું જોઈએ.
વાઘપુર ખાતે પ્રિન્સિપાલ સેક્રેટરી શાહમીના હુસૈનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
લુણાવાડાની નપાણીયા લાડવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની નપાણીયા લાડવેલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવનાર 38 બાળકોને શૈક્ષણિક કીટ આપી આવકારાયા. CET, નવોદય અને જ્ઞાન-સાધના જેવી પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું સન્માન કરાયું. શાળામાં વૃક્ષારોપણ કરી 350 ફળાઉ રોપાઓનું વિતરણ કરાયું અને JCI લુણાવાડાએ સીડબોલનું વિતરણ કર્યું.
લુણાવાડાની નપાણીયા લાડવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી.
ગોધરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી
ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. 'નો જવાન હુસેની કમિટી' અને એકતા હુસેની કમિટી દ્વારા કલાત્મક રીતે શણગારવામાં આવેલા તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી સાંજે નીકળ્યું. 'યા હુસેન'ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. છકડાવાડ, ખાડી ફળિયા, સૈયદવાડા જેવા વિસ્તારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. શાંતિપૂર્ણ ઉજવણી બાદ રાત્રે તાજીયાને રામસાગર તળાવમાં ઠંડા કરવામાં આવ્યા.
ગોધરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી
સુરેન્દ્રનગરમાં દારૂ પીને તોફાન કરતા પિતા-ભાઈ સામે ફરિયાદ
જિલ્લા ગ્રામ્યમાં પરિવારના બે સભ્ય દારુ પીને દંગલ કરવા મામલે ફરિયાદ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લખતર પોલીસ સ્ટેશનમાં નાના અંકેવાળીયા ગામના મેહુલ રમેશભાઈ ઝીંઝુવાડીયાએ અરજી કરી હતી. જેમાં તેમના ભાઈ રાકેશ અને પિતા રમેશ દારૂ પી ઘર પાસે તોફાન કરતા હોવાનું જણાવ્યું હતું. લખતર પોલીસે સ્થળ પર પહોંચી દારૂ પીધેલી હાલતમાં તોફાન કરતા 51 વર્ષીય રમેશ નાગજીભાઈ ઝીંઝુવાડીયા અને 28 વર્ષીય રાકેશ રમેશભાઈ ઝીંઝુવાડીયાને ઝડપી પાડ્યા હતા.
સુરેન્દ્રનગરમાં દારૂ પીને તોફાન કરતા પિતા-ભાઈ સામે ફરિયાદ
હળવદમાં બેફામ બુલેટ ચાલકન લીધે છાત્રાનું મોત નિપજાવ્યું
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ગત તા.24મીના રોજ રામજી ગોરધનભાઇ દેવીપૂજક નામના શખ્સે પોતાના બુલેટ બાઈક પર અન્ય બે શખ્સો સાથે બેફામ ગતિએ વાહન ચલાવી રોડની સાઈડમાં સ્કૂલથી ઘરે જતી ચાર દીકરીઓને અડફેટે લીધી. આ ગમખ્વાર અકસ્માતમાં રોશનીબેન નામની છાત્રાનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં, બુલેટ ચાલક રામજી ગોરધનભાઇ દેવીપૂજક હજુ ફરાર છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.