ગેરકાયદેસર લિંગ પરીક્ષણમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે!
ગેરકાયદેસર લિંગ પરીક્ષણમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે!
Published on: 22nd September, 2026

'બેટી બચાવો, બેટી પઢાવો'ના નારા વચ્ચે ગુજરાતમાંથી ગેરકાયદેસર લિંગ પરીક્ષણ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ, આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં હરિયાણા દેશમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ગુજરાત બીજા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં હરિયાણામાં 108 અને ગુજરાતમાં 28 કેસ નોંધાયા છે. આ સ્થિતિ કાયદાના અમલીકરણ અને સામાજિક માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે, જ્યાં ગર્ભનું લિંગ જાહેર કરવા પર પ્રતિબંધ હોવા છતાં, કેટલાક લાલચુ તબીબો આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે.