સુરતમાં રોગચાળાનો કહેર!
સુરતમાં રોગચાળાનો કહેર!
Published on: 02nd September, 2026

સુરતમાં વરસાદી માહોલ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો છે. જુલાઈની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂના કેસમાં 551% અને મેલેરિયાના કેસમાં 126% નો ભારે વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર જુલાઈમાં ડેન્ગ્યૂના 43 કેસ સામે ઓગસ્ટમાં 280 કેસ નોંધાયા છે. મેલેરિયાના કેસ પણ જુલાઈના 267 થી વધીને ઓગસ્ટમાં 605 થયા છે. આ દર્શાવે છે કે રોગચાળો વકર્યો છે.