Menu
13 વર્ષીય સગીરાની 33 સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરવાનું મંજૂર
13 વર્ષીય સગીરાની 33 સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરવાનું મંજૂર
Published on: 13th May, 2025

રાજકોટની 13 વર્ષીય સગીરા સગીરાના 33 સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરતા ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી. કિશોરીને પોલીસ પ્રોટેક્શન સાથે હોસ્પિટલમાં દાખલ કરીને તબીબોની વિશેષ કમિટી દ્વારા મેડિકલ રિપોર્ટ તૈયાર થશે. 33 સપ્તાહના ગર્ભને કારણે આ એક હાઇ રિસ્ક પ્રેગ્નન્સી કેસ છે અને ગર્ભપાત પ્રક્રિયા માટે તબીબો માટે પણ પડકાર રૂપ છે. કોર્ટ દ્વારા પીડિતાની ઉંમર અને તબીબી જોખમોને ધ્યાનમાં રાખી ગર્ભપાત માટે અનુમતિ આપવામાં આવી છે તથા પીડિતાના વાલીઓને ગર્ભપાતના જોખમની પૂરી જાણકારી આપવામાં આવી.