5 વર્ષમાં 1287 દર્દીઓ રક્તપિત્ત મુક્ત થયા
5 વર્ષમાં 1287 દર્દીઓ રક્તપિત્ત મુક્ત થયા
Published on: 30th January, 2026

વિશ્વ રક્તપિત્ત દિવસ દર વર્ષે 30 જાન્યુઆરીએ ઉજવાય છે, જેનો હેતુ જાગૃતિ લાવવી અને ભેદભાવ દૂર કરવાનો છે. આધુનિક વિજ્ઞાનથી રક્તપિત્ત મટાડી શકાય છે. નવસારીમાં 5 વર્ષમાં 1287 દર્દીઓ રોગમુક્ત થયા. ડિસેમ્બર-2025 સુધીમાં 255 નવા કેસ નોંધાયા, જેમાં 151 સાજા થયા. સરકારી હોસ્પિટલોમાં MDT સારવાર મફત છે. શંકાસ્પદ ડાઘ જણાય તો નજીકના દવાખાનાનો સંપર્ક કરો. વહેલા નિદાન અને સારવારથી રોગ મટાડી શકાય છે. રક્તપિત્ત સ્પર્શથી નહીં, પરંતુ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રે નામના જીવાણુથી ફેલાય છે.