Menu
જામનગરમાં કોરોના વધતું  સંક્રમણ: શહેરમાં 11 નવા કેસ,ગ્રામ્ય વિસ્તાર મા એક નોંધાયો
જામનગરમાં કોરોના વધતું સંક્રમણ: શહેરમાં 11 નવા કેસ,ગ્રામ્ય વિસ્તાર મા એક નોંધાયો
Published on: 10th June, 2025

જામનગરમાં કોરોના કેસની સંખ્યા વધતી જઈ રહી છે. આજે શહેરમાં 11 નવા કેસ નોંધાયા છે, જેમાં 6 મહિલા અને 5 પુરુષ સામેલ છે. આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ પણ નોંધાયો છે. હાલ જામનગરમાં કુલ 55 એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમણ વૃદ્ધિ પામતા સાવચેતી અને નિયંત્રણ માટે ખાસ ધ્યાન રાખવું આવશ્યક બની ગયું છે.