જામનગરના જામજોધપુર પોલીસ દ્વારા વરલી-મટકા જુગાર પર મોટી કાર્યવાહી
જામનગરના જામજોધપુર પોલીસ દ્વારા વરલી-મટકા જુગાર પર મોટી કાર્યવાહી
Published on: 01st October, 2026

જામજોધપુર પોલીસે શહેર અને આસપાસના વિસ્તારોમાં વરલી-મટકા જુગાર સામે એક જ દિવસમાં ચાર અલગ-અલગ ગુના નોંધી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ અને જુગારની કાપલીઓ સાથે ઝડપી લીધા હતા. આ તમામ ચાર શખ્સો પાસેથી કુલ મળીને રૂ.960ની રોકડ રકમ, જુગારની કાપલીઓ અને બોલપેન મળી કુલ રૂ.960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમની સામે જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.