વડોદરાના રસ્તાઓ પર રાત્રે ઢોરનો જમાવડો
વડોદરાના રસ્તાઓ પર રાત્રે ઢોરનો જમાવડો
Published on: 01st October, 2026

વડોદરા શહેરમાં રખડતાં ઢોરના ત્રાસથી વાહનચાલકોની મુશ્કેલી વધી રહી છે. શહેરના આજવા રોડ, ગાજરાવાડી રોડ સહિતના મુખ્ય માર્ગો પર રાત્રે ઢોરનાં ટોળાં જમાવડો કરે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ડબ્બા શાખાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ડિવાઇડર પર રખડતાં ઢોર અને અંધારાને કારણે વાહનચાલકોને અકસ્માત નડે છે. પશુપાલકોની બેદરકારી અને ફૂડ વેસ્ટને કારણે સમસ્યા વકરી રહી છે.