ભાવનગર: સિહોર જાયન્ટ્સ વીક નિમિત્તે જનરલ મીટિંગ અને સંગીત સંધ્યા યોજાઈ
ભાવનગર: સિહોર જાયન્ટ્સ વીક નિમિત્તે જનરલ મીટિંગ અને સંગીત સંધ્યા યોજાઈ
Published on: 30th September, 2026

સિહોર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જાયન્ટ્સ વીક નિમિત્તે ઔદિચ્ય છાત્રાલય, સિહોર ખાતે જનરલ મીટિંગ અને સંગીત સંધ્યાનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં સભ્યો સહપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રુપના સેક્રેટરી દ્વારા જાન્યુઆરી 2026 થી સપ્ટેમ્બર 2026 સુધીના 37 સેવાકીય પ્રોજેક્ટ્સનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરાયો. જેમાં દાતાઓ અને મેમ્બર્સના સહકારને બિરદાવવામાં આવ્યો. હિરેનભાઈ પંડ્યા અને કૃપાબેન પંડ્યાએ સુમધુર સંગીત સંધ્યા રજૂ કરી.