30 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ કાર્યરત; જોરાવરનગર-રતનપરમાં પાણી લાઈન શરૂ.
30 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ કાર્યરત; જોરાવરનગર-રતનપરમાં પાણી લાઈન શરૂ.
Published on: 01st May, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ચૂંટણી બાદ વિકાસ કાર્યોએ વેગ પકડ્યો છે. જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે લગભગ 30 કરોડના ખર્ચે નવી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ થઈ છે, જેનો લાભ ઘણા વિસ્તારોને મળશે.