સગીરા સાથે દુષ્કર્મ: 2 આરોપીને 20 વર્ષ કેદ.
સગીરા સાથે દુષ્કર્મ: 2 આરોપીને 20 વર્ષ કેદ.
Published on: 01st May, 2026

પાલિતાણા પંથકની એક સંસ્થામાં રહેતી સગીરા સાથે સંસ્થાના વ્યવસ્થાપક અને અન્ય એક શખ્સે દુષ્કર્મ આચર્યા અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિ.સેસન્સ જજ તથા સ્પે.પોક્સો કોર્ટની અદાલતમાં ચાલી જતાં કોર્ટે આધાર પુરાવા અને દલીલોના આધારે બન્ને આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે. વિનોદકુમાર ઉર્ફે વિનુભાઈ નટુલાલ ચૌહાણ (હાલ રહે. ઉદવાડા, જી.વલસાડ, મુળ રહે. તળાજા) અને રાઘવભાઈ રામજીભાઈ ધામેલીયા (રહે.વાળુકડ, તા.પાલિતાણા)એ ગત તા.૭-૮-૨૦૨૩થી ૮-૧૧-૨૦૨૩ દરમિયાન સંસ્થાની સગીરા સાથે જાતિય સતામણી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.