વલસાડ નગરપાલિકાએ પૂર્વ પ્રમુખના ગેરકાયદે શેડ પર ફરી ફરી કાર્યવાહી કરી
વલસાડ નગરપાલિકાએ પૂર્વ પ્રમુખના ગેરકાયદે શેડ પર ફરી ફરી કાર્યવાહી કરી
Published on: 05th October, 2026

વલસાડ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ, જલારામ બાપા રોડ પર ડી.એસ.પી. ઓફિસ સામે હાજી માર્કેટમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક રાણા દ્વારા રોડ માર્જિનમાં ગેરકાયદે બનાવેલો કાચો શેડ ફરી તોડી પાડવામાં આવ્યો. અગાઉ પણ આ દબાણ દૂર કરાયું હતું, છતાં ફરી બાંધકામ થતાં રૂ. 20,000નો દંડ ફટકારાયો. શેડમાં ફાયર સેફ્ટી અને સી.સી. ટી.વી. કેમેરાની મંજૂરી ન હોવાનું પણ જાણવા મળ્યું છે.