ડભોઈના ગઢભવાની મંદિરે નવરાત્રિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ
ડભોઈના ગઢભવાની મંદિરે નવરાત્રિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ
Published on: 13th October, 2026

નવરાત્રિના પ્રારંભ સાથે ઐતિહાસિક ડભોઈ શહેરમાં માતાજીના મંદિરોમાં ભક્તિનો માહોલ છવાયો છે. વહેલી સવારથી જ હીરાભાગોળ કિલ્લામાં બિરાજમાન ગઢભવાની માતાજી, બહુચરાજી, વેરાઈ અને આશાપુરી માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. 700 વર્ષ જૂના ડભોઈ શહેરમાં નવરાત્રિ દરમિયાન વિશેષ આયોજનો કરાયા છે.