Menu
વડોદરાના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ગુમશુદા: ચિઠ્ઠીમાં લખ્યું, 'મને મારા દાદા બોલાવે છે અને હું જાઉં છું'
વડોદરાના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ગુમશુદા: ચિઠ્ઠીમાં લખ્યું, 'મને મારા દાદા બોલાવે છે અને હું જાઉં છું'
Published on: 10th June, 2025

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ખોડાભાઈ તેમના ઘરેથી ગુમ થયા છે. તેમણે એક ચિઠ્ઠી લખી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમને તેમના દાદાએ બોલાવ્યા છે અને તેમણે જવું પડશે. અલ્પેશભાઈ બે સ્થળે ફરજ બજાવતા હતા, પહેલા તેઓ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હતા અને હવે બાપોદમાં. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને શોધખોળ શરૂ કરવામાં આવી છે.