અમદાવાદના વાડજ રામાપીર ટેકરા પાસે ડ્રેનેજ કામમાં ભેખડ ધસી પડી
અમદાવાદના વાડજ રામાપીર ટેકરા પાસે ડ્રેનેજ કામમાં ભેખડ ધસી પડી
Published on: 23rd August, 2026

અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમિક તેમાં દટાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને મહેનત કરીને શ્રમિકને સુરક્ષિત બહાર કાઢ્યો. આ ઘટના સેક્ટર-2 રિડેવલપમેન્ટની કામગીરી દરમિયાન બની હતી. શ્રમિકને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાડજ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.