છોટા ઉદેપુરના કવાંટમાં બીજા દિવસે પણ બુલડોઝર ફર્યું
છોટા ઉદેપુરના કવાંટમાં બીજા દિવસે પણ બુલડોઝર ફર્યું
Published on: 23rd August, 2026

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં ટ્રાફિકની સમસ્યા અને રસ્તા પરના અતિક્રમણને દૂર કરવા મેગા ડિમોલિશન ઝુંબેશ બીજા દિવસે પણ ચાલુ રહી. મામલતદાર કચેરીથી નસવાડી અને બોડેલી રોડ સુધીના મુખ્ય માર્ગો પર બુલડોઝરે 200 જેટલા કાચા-પાકા દબાણો, શેડ અને કેબિનો હટાવ્યા. લાંબા સમયથી રસ્તાના માર્જિન પર થયેલા દબાણોને કારણે ટ્રાફિક જામની સમસ્યા હતી. ડિમોલિશન દરમિયાન સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી, પરંતુ પોલીસે મામલો થાળે પાડ્યો.