તરસાલી-ઘાઘરેટિયામાં બિસ્માર રસ્તા, ગંદા પાણી, સર્કલની સમસ્યાના ઉકેલની 'તરસ'.
તરસાલી-ઘાઘરેટિયામાં બિસ્માર રસ્તા, ગંદા પાણી, સર્કલની સમસ્યાના ઉકેલની 'તરસ'.
Published on: 13th April, 2026

તરસાલી-ઘાઘરેટિયા શહેરનો ભાગ હોવા છતાં વિકાસથી વંચિત છે. તંત્ર લોકસુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે. ખખડધજ રસ્તા, ગંદા પાણી અને સર્કલની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. નેતાઓ વચનો આપીને ભૂલી જાય છે. વિજયનગરના રસ્તાઓ ગ્રાન્ટની લોલિપોપ બાદ પણ વિકાસની રાહ જુએ છે. રસ્તા, વીજળી અને તળાવની સમસ્યાઓ યથાવત છે.