પાટણ રેલવે સ્ટેશન પર રૂ. 10 કરોડનો 72 મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજ 3 મહિનામાં તૈયાર થશે
પાટણ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે રૂ. 10 કરોડના ખર્ચે 72 મીટર લાંબો અને 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ આગામી 3 મહિનામાં તૈયાર થશે. આ આધુનિક બ્રિજ પર રૂફ પ્લાઝા, લિફ્ટ, એસ્કેલેટર, સીડીઓ, કુદરતી પ્રકાશ માટે ડોમ અને વરસાદથી રક્ષણ માટે એક્રેલિક પતરા જેવી સુવિધાઓ હશે. આ પ્રોજેક્ટ સ્ટેશનના કાયાકલ્પનો એક ભાગ છે.
