Menu
શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાના આક્ષેપ પર લીંબડીના નાના ટીંબલા ગામની શાળાએ વાલીઓએ તાળાબંધી કરી
શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાના આક્ષેપ પર લીંબડીના નાના ટીંબલા ગામની શાળાએ વાલીઓએ તાળાબંધી કરી
Published on: 10th June, 2025

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામમાં શાળાના શિક્ષક દેવાંગભાઈ પર વિદ્યાર્થીઓને શારીરિક ત્રાસ અને માર મારવાનો આક્ષેપ લગ્યો છે. વાલીઓએ આ બાબત વિરુદ્ધ પ્રતિકાર રૂપે શાળાને તાળાબંધી કરી તીવ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. વાલીઓ અને ગામના લોકોનું કહેવું છે કે શિક્ષકની માનસિક સ્થિતિ અસ્થિર છે અને તે વિદ્યાર્થીઓને હેરાન કરે છે. વાલીઓએ શિક્ષકની બદલીની જરૂરિયાત વિગતો સાથે નીકળતા શાળામાં ભારે અણધારી પરિસ્થિતિ સર્જાઈ છે. શિક્ષણ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપેક્ષા છે.