અમદાવાદના સુભાષ બ્રિજનો શાહીબાગ તરફનો સ્પાન સફળતાપૂર્વક જમીનદોસ્ત
અમદાવાદના સુભાષ બ્રિજનો શાહીબાગ તરફનો સ્પાન સફળતાપૂર્વક જમીનદોસ્ત
Published on: 04th July, 2026

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સુભાષ બ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે. શનિવારે, બ્રિજનો શાહીબાગ તરફનો મોટો હિસ્સો (સ્પાન) સુરક્ષા અને કાળજીપૂર્વક કંટ્રોલ્ડ ઓપરેશન હેઠળ તોડી પાડવામાં આવ્યો. એન્જિનિયરિંગ માપદંડો અને ચુસ્ત આયોજનને કારણે કોઈ અકસ્માત બન્યો નથી. નિષ્ણાત સિવિલ એન્જિનિયર્સ, ટેકનિકલ એક્સપર્ટ્સ અને કોન્ટ્રાક્ટરની ટીમ સ્થળ પર દેખરેખ રાખી રહી હતી. કોઈપણ જોખમ ટાળવા માટે આખો વિસ્તાર 'પ્રતિબંધિત ઝોન' જાહેર કરાયો હતો. કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.