મહીસાગરના લુણાવાડામાં 70 વર્ષીય વૃદ્ધ દ્વારા 26 વર્ષની યુવતી પર દુષ્કર્મ, સમગ્ર વિસ્તારમાં ચકચાર.
મહીસાગરના લુણાવાડામાં 70 વર્ષીય વૃદ્ધ દ્વારા 26 વર્ષની યુવતી પર દુષ્કર્મ, સમગ્ર વિસ્તારમાં ચકચાર.
Published on: 25th April, 2026

મહીસાગરના લુણાવાડામાં 70 વર્ષના વૃદ્ધે 26 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરતા હાહાકાર મચી ગયો છે. લુણાવાડા TOWN પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનાથી લોકોમાં રોષ છે. આરોપીએ યુવતીને પટાવી ઘરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું. પોલીસે ગુનો દાખલ કરી યુવતીનું મેડિકલ પરીક્ષણ હાથ ધર્યું છે અને ફરાર આરોપીને પકડવા ટીમો બનાવી દરોડા પાડવાનું શરૂ કર્યું છે. લોકોમાં ભારે ફિટકારની લાગણી જન્મી છે.