મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર
મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર
Published on: 05th October, 2026

ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓ તેમના ૧૪ પડતર પ્રશ્નોને લઈને આંદોલનના માર્ગે છે. વારંવારની રજૂઆતો છતાં ઉકેલ ન આવતા, તેઓએ આજે ​​માસ સીએલ પર જવાનું નક્કી કર્યું છે. જો સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, તો ૭ ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે. આ આંદોલનને કારણે મામલતદાર અને કલેક્ટર કચેરીઓ સહિતના મહેસૂલી કામકાજ ખોરવાઈ જશે, જેનાથી ખેડૂતો અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડશે.