Menu
પોરબંદરમાં ગટરની દિવાલ ધરાશાયી: મહિલા શ્રમિક ગંભીર રીતે ઘાયલ
પોરબંદરમાં ગટરની દિવાલ ધરાશાયી: મહિલા શ્રમિક ગંભીર રીતે ઘાયલ
Published on: 10th June, 2025

પોરબંદરમાં મંગળવારે સવારે સાંઢીયા ગટરની સફાઈ દરમિયાન ગટરની દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે રાણીબેન મકવાણા નામની મહિલા શ્રમિક ગંભીર નુકસાન પામી. તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનામાં એક અન્ય મહિલાને પણ સામાન્ય ઈજા થઈ છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે છેલ્લા એક વર્ષથી સાંઢીયા ગટર ખુલ્લી છે અને મહાનગરપાલિકાએ સફાઈ કામગીરી શરૂ કરી છે. આ દરમિયાન આજે અકસ્માત થયો છે.