મામાની પોળ પાસે 5 દિવસથી દૂષિત પાણીનો ભરાવો રહેતા લોકો પરેશાન
મામાની પોળ પાસે 5 દિવસથી દૂષિત પાણીનો ભરાવો રહેતા લોકો પરેશાન
Published on: 29th September, 2026

વડોદરા કોર્પોરેશન હેઠળ રાવપુરા મામાની પોળ પાસે સૂર્યનારાયણ માર્ગની સામેના વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ગંદા પાણી રસ્તા પર ભરાઈ રહેવાથી ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. મંદિર દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને પણ ગંદકીમાંથી પસાર થવું પડે છે. ગંદા પાણીના ભરાવા અને દુર્ગંધને કારણે વેપારીઓના ધંધા પર પણ અસર પડી છે. તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.