વડોદરા વોર્ડ નં.16માં પાયાની સુવિધાઓનો અભાવ
વડોદરા વોર્ડ નં.16માં પાયાની સુવિધાઓનો અભાવ
Published on: 29th September, 2026

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.16, જેમાં ભારતવાડી, યમુના મિલ પાસેના વુડાના આવાસો, જયનારાયણનગર, સોમા તળાવ અને લીમડી ફળિયા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં ગંદા પાણી, ડ્રેનેજ ચોકઅપ અને ગંદકીની સમસ્યાઓથી સ્થાનિકો હેરાન પરેશાન છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં હવે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. યમુના મિલ પાસેના વુડાના આવાસોમાં રસ્તા અને ડ્રેનેજની સુવિધાનો અભાવ છે, જેના કારણે ચોમાસામાં અવરજવર મુશ્કેલ બની જાય છે. ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો અનિયમિત છે અથવા ઓછા દબાણથી આવે છે, જે લોકોને વધુ મુશ્કેલીમાં મૂકી રહ્યું છે.