પાટણના હાંસાપુર નજીક ગાડીની અડફેટે બાઈક સવાર બે મિત્રોને ઈજા
પાટણના હાંસાપુર નજીક ગાડીની અડફેટે બાઈક સવાર બે મિત્રોને ઈજા
Published on: 01st July, 2026

પાટણ-ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક ત્રણ રસ્તા પાસે બાઈક સવાર બે મિત્રોને ધારપુરથી આવતી ગાડીએ અડફેટે લીધા. આ અકસ્માતમાં બાઈક ચાલક રાહુલજી વિનાજી ઠાકોરને સામાન્ય ઈજા થઈ, જ્યારે પાછળ બેઠેલા વિકાસજી રમેશજી ઠાકોરના પગે ફ્રેક્ચર થયું. વિકાસજીને પ્રથમ ધારપુર અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડ્યું. ગાડી ચાલક નિકુંજ પટેલ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.