ચાણસદ ખાતે લિમ્બચીયા વાળંદ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો
ચાણસદ ખાતે લિમ્બચીયા વાળંદ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો
Published on: 23rd September, 2026

શ્રી અગિયારસો જય લિમ્બચીયા વાળંદ સમાજ, પાદરા ઘટક દ્વારા ચાણસદ ખાતે ભવ્ય સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ સફળતાપૂર્વક યોજાયો. સમાજના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું, જેમાં અંજલી મહેન્દ્ર વાળંદ, પવન કિરીટભાઈ વાળંદ અને કૃપા હિતેશકુમાર સીર્જાએ પોતાના વિચારો રજૂ કર્યા. કોલેજ કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર બાળકોને આશ્વાસન ઇનામોનું પણ વિતરણ કરાયું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.