નવસારીના મરોલી-પોંસરા અંડરપાસમાં 6-7 ફૂટ પાણી
નવસારીના મરોલી-પોંસરા અંડરપાસમાં 6-7 ફૂટ પાણી
Published on: 05th October, 2026

જલાલપોર તાલુકાના મરોલી નજીક પોંસરા ગામના રેલવે અંડરપાસમાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન હોવા છતાં 6થી 7 ફૂટ પાણી ભરાયેલું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ અંડરપાસ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે નકામા બન્યા છે. આ કારણે ખેડૂતો તેમના ખેતરો સુધી પહોંચી શકતા નથી, જેથી તેમને 10 કિલોમીટર વધુ અંતર કાપવું પડે છે. ખેડૂતોએ મોટર મૂકીને પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે.