ફડવેલ કેળવણી મંડળના પ્રમુખપદે આનંદ દેસાઈની નવમી વખત બિનહરીફ્ વરણી
ફડવેલ કેળવણી મંડળના પ્રમુખપદે આનંદ દેસાઈની નવમી વખત બિનહરીફ્ વરણી
Published on: 05th October, 2026

નવસારીના ચીખલી તાલુકાના ફડવેલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખપદે આનંદ એસ. દેસાઈની સતત નવમી વખત બિનહરીફ્ વરણી કરવામાં આવી છે. એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિર ખાતે યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં તેમની આ સિદ્ધિ બદલ સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપપ્રમુખ અને મંત્રી પદે પણ બિનહરીફ્ વરણી થતાં સંસ્થામાં હર્ષોલ્લાસનો માહોલ હતો. આગેવાનોએ આનંદ દેસાઈના નેતૃત્વ હેઠળ સંસ્થાએ શિક્ષણક્ષેત્રે કરેલા વિકાસની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ પ્રગતિની આશા વ્યક્ત કરી હતી.