મહેસાણામાં માનવઆશ્રામ પાસે 108 રોડ પરના ઓટલા, સીડીના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું, રસ્તો ખુલ્લો.
મહેસાણામાં માનવઆશ્રામ પાસે 108 રોડ પરના ઓટલા, સીડીના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું, રસ્તો ખુલ્લો.
Published on: 01st July, 2026

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા માનવ આશ્રામ વિસ્તારમાં 108 રોડ પર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કેટલાક મિલકત ધારકો દ્વારા રસ્તા પર ઓટલા, પગથિયાં અને સીડી બનાવી દેવાયા હતા, જે લોકોની અવરજવર માટે અડચણરૂપ અને જોખમી બન્યા હતા. આ અંગે તંત્રને રજૂઆત મળતાં જ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ચાર જેટલી મિલકતોના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો.