પેપર મીલના પ્રદુષણ સામે બાળકોએ શાળા છોડી
પેપર મીલના પ્રદુષણ સામે બાળકોએ શાળા છોડી
Published on: 21st August, 2026

મહેસાણાના સામેત્રા અને મરેડા પંથકમાં પેપરમીલમાંથી નીકળતી ઝેરી દુર્ગંધથી બાળકોની તબિયત લથડી રહી છે. કેમિકલયુક્ત વાયુઓને કારણે ચક્કર, ગભરામણ અને ઉલટી જેવી સમસ્યાઓ થતાં વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનો ઇનકાર કર્યો છે. વર્ગખંડમાં પણ દુર્ગંધથી વિદ્યાર્થીઓ પરેશાન છે, જેના કારણે અભ્યાસ પર ગંભીર અસર થઈ રહી છે. ગ્રામજનો લાંબા સમયથી રજૂઆતો અને વિરોધ છતાં નિરાકરણ ન મળતાં હવે બાળકો પણ જ્યાં સુધી સમસ્યા હલ ન થાય ત્યાં સુધી શાળાએ નહીં જવાની જીદ કરી રહ્યા છે.