જુનાગઢના દામોદર કુંડ પાસે મગર દેખાતા શ્રદ્ધાળુઓમાં દહેશત
જુનાગઢના દામોદર કુંડ પાસે મગર દેખાતા શ્રદ્ધાળુઓમાં દહેશત
Published on: 21st August, 2026

જુનાગઢના પ્રસિદ્ધ દામોદર કુંડ પાસે મગર દેખાતા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ સર્જાયો છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો સ્નાન અને ધાર્મિક વિધિ માટે અહીં આવતા હોય છે. વહેલી સવારે કુંડના કિનારે મગર જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કુંડ સંચાલકો દ્વારા શ્રદ્ધાળુઓને કિનારાથી દૂર રહેવા અને મગરથી સાવચેત રહેવા અપીલ કરાઈ છે. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માંગણી થઈ રહી છે.