અમદાવાદના મેયરના મતવિસ્તાર બોપલમાં જળબંબાકાર
અમદાવાદના મેયરના મતવિસ્તાર બોપલમાં જળબંબાકાર
Published on: 25th July, 2026

અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બોપલના સુંદરવન સોસાયટી વિસ્તારનો એક Video વાયરલ થયો છે, જેમાં ચારેબાજુ પાણી ભરાયેલા દેખાય છે. સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા 21 વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિ બની છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મેયરના મતવિસ્તાર હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે.